Sunday, August 29, 2010

Gujarati Fun

Atul Chitroda
આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
"આને તો મર્યા પછી પણ લીલા લહેર છે.

અધીર અમદાવાદી ‎>>>>> 'મરીઝ'
એવી અવગણના કરું એના જુલમની કે પછી
ખુદ એ બેતાબ બની જાય ખુલાસા માટે.

અધીર અમદાવાદી ‎...ધારો કે એક વાર પિયર જતા રહ્યા
ને અઠવાડિયું દિવસ રહી પાછા આવી ગયા
પણ આખા આ આયખાનું શું ?????????


વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં
-ઘાયલ

આજથી ૪ વરસ પહેલા સુરતમાં આવેલા પૂરમાં ઘણું ગુમાવીને... આ ગઝલ પામ્યો હતો –
‘દોડતા આવ્યા અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં.
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયાં!’
–કિરણસિંહ ચૌહાણ

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે !
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.
મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું?
દુશ્મન ઉપર તમારું વધુ ધ્યાન હોય છે !
– કિરણસિંહ ચૌહાણ

મગન : જો ઓલી છોકરી કેવી હસીને મારા સામુ જોવે છે ?
સંતુ : એ હસીને જોવે છે કે જોઇને હસે છે ઇ નક્કી કર પહેલા....
Dhiren Pandya

એલા તારા લગન જોડકી બહેનોમાંથી એકની સાથે થયા છે?
.. હા કેમ ?
તું એ ને ઓળખી કઇ રીતે જાય ?
..... મારે શું કામ ઓળખવી જોઇએ ?
Dhiren Pandya

મનજીને પત્ની કાશી ની હિલચાલ ઉપર વહેમ હતો.. બહારગામ જતા કાનજી ને કાશી ઉપર નજર રાખવાનું કહી ગયો હતો. અને ખાસ કહ્યું 'તું કે કૈક "અલગ" બને તો તાત્કાલિક મને ખબર કરજે... વીસેક દિવસ ગયા... અચાનક કાનાજી નો sms આવ્યો... "રોજ રાતે કાશી જોડે આવી પહોંચતા ભાઈ આજે નથી આવ્યા..."

નટવર મહેતા ♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સાકી મયખાનામાં આજ એટલો શરાબ વહાવી દે;
પછી તારા હળવા હાથે લાશ મારી એમાં તરાવી દે.

મયકશો સહુ આવ્યા છે મારી મૈયતમાં બહુ પ્યાસા;
...છેલ્લી વાર મારા નામે એમને મફત પિવડાવી દે.

No comments:

Post a Comment