Friday, January 14, 2011

Quotations in Gujarati

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે.... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!

ધુળ જેવી છે જીંદગી આપણી.....આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી....

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો.....આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!

બરફ જેવી છે આ જીંદગી... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી......

પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે..જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!
અને છેલ્લે....

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય.......તે મોત....
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ...........તે મોક્ષ!!

Forwarded by Prachi Oza

No comments:

Post a Comment