Friday, December 31, 2010

દેવદત્ત ભટ્ટ

તું
મારી ખુલ્લી હથેળી પર બેઠેલું પતંગીયું.
મુઠ્ઠી વાળું
તો તું ભીસાએ જઈશ
મારી જડ હથેળી માં
અને ખુલ્લી રાખું તો
તું ઉડી જઈશ
થેન્કયુ પણ કહ્યા વિના
પણ તારું ઉડી જવું જ ઠીક રહેશે
કેમ કે એમ થતા
તે મારા પર મુકેલો વિશ્વાસ
હું જોઈ શકીશ
તારી
ફફડતી પંખો માં
અને વળી
તારા પાછા આવવાની પણ
આશા તો રહેશે જ.
દેવદત્ત ભટ્ટ

No comments:

Post a Comment